સખીના સથવારે

હું આદિમાનવ અને મારી પરંપરા - છૂટાછેડા.
“રૂપને મળી છે સારી રાત,

એનું ઢૂંકડું ન હોજો પરભાત,

કોઇ સૂરજને ઓલી કોર રોકી રાખો,

મારી આદરી અધૂરી છે વાત.”

મોટે ભાગે અપ્રકૃતિદત્ત છૂટાછેડાની શરુઆત આવી જ કંઇક રીતે થતી હોય છે. પ્રકૃતિમાં   છૂટાછેડાની  કોઇ  વ્યવસ્થા  હોય  એવું  જાણમાં  નથી. મારી પરંપરાગત સમાજવ્યવસ્થામાં લગ્નને મેં એક સંસ્કાર કહ્યો છે.પરંતુ,છૂટાછેડા-ડીવૉર્સને એ સંસ્કારનો ભાગ હોવા છતાં એ,સંસ્કાર ગણાયો હોય એવું મેં જોયું નથી.છૂટાછેડા- શબ્દ અને એ આખી વિધીને  સંસ્કારથી કંઇ લેવાદેવા હોય એવું જાણમાં આવ્યું નથી.એ  લગ્ન કર્યા  સિવાય સંભવ નથી એ પણ  એટલું  જ  સત્ય છે. એની આમતો ઘણી સાબિતીઓ છે. જેમકે સગાસબંધીઓ,મિત્રો ભેગા થતાં હોય છે.ગણપતિનું ચિત્ર,કુરાન કે બાઇબલનું સુવાક્ય સાથે કંકોતરી લખીને વાજતેગાજતે લગ્નની જાણ કરાતી હોય છે.વાતાવરણ આખાને આનંદમય બનાવી દેવાતું હોય છે.શાસ્ત્રોક્ત વિધીથી આ સંસ્કારને પુરો કરાય છે.અગ્નિ,ધ્રુવના તારાની કે હજી સુધી પ્રશ્ર્નવિરામ જેવા ભગવાનની સાક્ષીએ એકબીજાનાં સુખદુ:ખના સાથી રહેવાના,વફાદાર રહેવાના વચન સાથે સ્ત્રી અને પુરુષને પતિ અને પત્નીનો દરજ્જો અપાય છે.એમના નામ આગળ પણ શ્રીમાન અને શ્રીમતિની ડીગ્રી અર્પણ કરાય છે.સમૃધ્ધ ભોજન સાથે ઘર,ગામ અને વાહનોને શણગાર કરાય છે. લગ્ન કરનાર પાત્રો સૌથી સુંદર દેખાય તેવાં વસ્ત્રો પરિધાન કરતાં હોય છે.લગ્ન કરનાર પાત્રોના નામ આગળ અચૂક સુપુત્ર, સુપુત્રી, સૌભાગ્યકાંક્ષી કે કાંતાંગૌરી લખવાનો રિવાજ જાણીતો છે.છૂટાછેડામાં આવું નથી બનતું.

છૂટાછેડા  લેનારના નામની આગળ કે પાછળ છૂટાછેડાકાંક્ષી, છૂટાછેડાવાંછુ કે એના પર્યાય જેવો કોઇ  શબ્દ વપરાયો હોય તેવું જાણવામાં આવ્યું નથી.છૂટાછેડા લેનાર પાત્રો રાવણ, કંસ, શેતાનના ચિત્ર કે બોલી અને સાંભળી શકાય પરંતુ,અહીં લખી ન શકાય તેવા ગંદા શબ્દો,સાથે કાળોત્રી સબંધીઓ કે મિત્રોને મોકલતા નથી.કે ફલાણી તારીખે ને ફલાણા કારણસર અમો છૂટાછેડા લેનાર છીએ.તો,એ પ્રસંગે આપ સહકુટુંબ આવીને અમોને બિરદાવશો.મોટેભાગે આ વાત બંને પક્ષો પોતાની તરફથી વાતને ગુપ્ત રાખવાની કોશિશ કરતો હોય છે.

છૂટાછેડાની આ વિધીમાં મેં વસ્ત્રપરિધાન માટે કોઇપણ જાતનો નિયમ બનાવ્યો  નથી.  સામાન્ય સંજોગોમાં પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ જેવી પરિસ્થિતી નથી હોતી.એ કેંસરની જેમ ધીમેથી પ્રસરતી સ્થિતી કહી શકાય.એના લક્ષણો સાવ સહેલાં છે-સપના નો રાજકુમાર જો કામચોર,માવડિયો,રંડીબાજ અને રુપને મહારાણી જો કુલ્ટા,રાંડ,છપ્પરપગી કે એના સંલગ્ન વિશેષણોથી ઓળખાવા માંડે તો છૂટાછેડાને ઝાઝું દૂર ન કહેવાય.પશ્ચિમના દેશોમાં છૂટાછેડાને સમાજ સહજ ગણે છે.લગ્ન કરતાં છૂટાછેડા કૉર્ટમાં અહીં આર્થિક દ્રષ્ટિએ મોંઘા પડતા હોય છે.પરંતુ,’ઇટસ વર્થ’કહેવાનો ખાનગી રિવાજ છે.

સમય જતાં ઘણું ભૂલાતું જાય છે. પ્રકૃતિના નિયમમાંથી જ મારી બુધ્ધિપ્રધાનતા એ મને પ્રકૃતિના સર્વે સર્જનોથી શ્રેષ્ઠ માનવા પ્રેરિત કર્યો.સરહદની ભાવનાએ માલિકીપણા નો  (અવ)ગુણ આણ્યો.કૌટુંબિક ભાવનાથી રહેતી સિંહણોનો વડો સિંહને જોઇ મને પણ સ્વામિત્વની ભાવના જાગી.અને,એ રસ્તે આગળ ચાલતાં મેં લગ્નપ્રથા દાખલ કરીને પતિ બન્યો.અને એમાંથી આપોઆપ છૂટાછેડાની પરંપરાનો જન્મ થયો.

પ્રકૃતિ પાસે છૂટાછેડાની પ્રથા નથી.કારણકે લગ્નની પ્રથા નથી. કોઇપણ સિંહે એના જ શ્વાનકુળ ની ગમે તેટલી રુપાળી કે સ્માર્ટ દેખાતી કૂતરી સાથે ફ્ર્લટિંગ કર્યુ હોય તેવી નોંધ ઇતિહાસમાં જોવા મળતી નથી.અને,સામે ગમે તેવી તાલીમ પામેલો હોંશિયાર અને બહાદૂર કૂતરાએ સિંહણને  ડેટ માટે આમંત્રિત કરી નથી.મારી સિવાયના બધાં જ સર્જન પ્રકૃતિના નિયમનું પાલન કરે છે. એટલે વર્ણસંકર પ્રજા નથી ઉત્પન્ન થતી.વર્ણસંકર પ્રજોત્પતિ સમાજને લાબાંગાળે હાનિકારક થતી હોય છે તેવું અનુભવે જણાયું છે.જેમકે અમૂક મૂળભૂત સત્યને સાબિતીની જરુરિયાત નથી હોતી.મમ્મી એના સંતાનને કહે કે આ તારા પપ્પા,તો,એ સંતાન કેવી રીતે અને શા માટે? એવું નથી પુછતાં.કાકા,મામા,ફૂઆ માસા ના સબંધનો ખુલાસો જરુરી છે.

સત્ય દેખાતી હકીકતને પણ હું બીજા રસ્તે વર્ણવી શકતો નથી.એ પણ છૂટાછેડા જેવી જ હકીકત છે.મમ્મીને મમ્મી જ કહેવાય.પપ્પાની બાયડી નહી.હકીકતમાં સાચું હોવા છતાં હું એ રીતે બોલી શકતો નથી.પ્રકૃતિના નિયમમાં કોઇપણ પશુપક્ષીઓએ છૂટાછેડા લીધાં એવું બન્યું નથી.છૂટાછેડા લેવા માટે લગ્ન કરવા જરુરી છે.પશુપક્ષીઓ લગ્ન કરતાં નથી.એટલે એમને અલગ થવાની સમસ્યા આવતી નથી.હજીસુધી સિંહણ વિધવા થઇ,એવું બન્યું નથી.

મારી માતૃભાષાનું સૌન્દર્ય-(2)-કિરીટકુમાર ગો ભક્ત
ઊંધી માત્રાની મજા.

૧. ચોરી – કન્યાએ વરનાં દિલની ચોરી કરી.

–ચૉરીનાં ફેરા ચાર.

૨. વેર- પહેલાનાં જમાનામાં વેર વારસામાં અપાતું.

વૅર –મસાલામાં લાકડાના વૅરની મિલાવટ.

૩. છેક – તે મને છેક સુધી મુકી ગયો.

છૅક – લખાણમાં છૅકછાક ન ચાલે.

૪. કોસ- કૂવામાંથી પાણી કાઢવા કોસની જરુરિયાત હોય છે.

કૉશ – ખાડો ખોદવા કૉશની જરુર.

૫. ખોળ – અમે ગાદલાંને નવી ખોળ ચઢાવી.

ખૉળ  – બળદને ખૉળ વિના કેમ ચાલશે?

૬. ગોળ – પૃથ્વી ગોળ છે.

ગૉળ - ગૉળ ગળ્યો લાગે છે.

૭. મેલ- હવે માથાકૂટ મેલ.

મૅલ –આ જો કાનનો મૅલ !

૮.  બેટ – કબીરવડ એક બેટ છે.

બૅટ – સચીનનું ભારે બૅટ.

મારી માતૃભાષાનું સૌન્દર્ય
હું વરસો થી વિદેશની ધરતીમાં ફરું છું અરબ દેશો, આફ્રીકા, દક્ષીણ અમેરિકા, ઉત્તર અમેરિકા અને યુરોપ.. મહદ અંશે મને અંગ્રેજી ઉપરાંત ઘણી બધી ભાષાઓનું શબ્દ ભંડોળ અને જ્ઞાન છે.

મારી ઉંમરનાં ઘણા માબાપોને મેં તેમના સંતાનોને ગુજરાતી ભાષાની ગુણવત્તા સમજાવવામાં નિષ્ફળ નિવડતા જોઇને ક્યારેક બહુ ચિંતવેલુ અને લખેલુ આ લખાણ સૌ ગુજરાતી ભાષાનાં ચાહકોને ગમશે.

મારી માતૃભાષાની સમૃધ્ધિનાં નિમ્નલીખીત દ્રષ્ટાંતો આપને ગમશે. જેમાં એક શબ્દમાં સહેજ ફેર કરવાથી અર્થ સમુળગો બદલાઇ જાય્.

૧. શાપ –અને શંકરના ગળામાંથી શાપ નીકળ્યો.    સાપ –અને શંકરે ગળામાં સાપનો હાર પહેર્યો.

૨.શરત – તને એ શરત તો યાદ છે ને ?        સરત્-તને તેને કહેવાનું સરત ન આવ્યું.

૩.ઉદર – અનાજ હશે તો ઉદર ભરાશે   ઉંદર –ઉંદર ભરાશે તો અનાજ બગાડશે.

૪.કાપ –શેરડીનો કાપ મોડો પડશે       કાંપ –શેરડી માટે જમીનમાં કાંપ જરુરી છે.

- સડેલું લોહી કાપ મૂક્યા વગર શેં નીકળશે?

- હવે ગરમીમાં વીજળીનો કાપ શરુ…

૫.-આખો-આગથી આખો મલક સળગી ગયો.     આંખો –મરચું લાગવાથી આંખો સળગી ઉઠી.

૬.ભાળો –અહીં આ જ ઘાસમાં સાપને ભાળો.    ભારો –આ મેં કાપેલો ઘાસનો ભારો.

૭.સંભાળ-માંદગીનો વાવર છે તબિયત સંભાળ.    સંભાર –પાપ તારું પરકાશ જાડેજા,ધરમ તારો સંભાર.

૮.રાશિ –બારમાંથી તારી રાશિ કયી છે.    રાશી –બારમાંથી કયો પુરુષ રાશી છે.

૯. વારિ- મહેમાન માટે કળશમાં વારિ આણો.     વારી-મહેમાન તમો મોંઘેરા,તમારા પર વારી જાઉં.     વાળી-ધન ગંગાબાઇની વાળી,સવા વાલ થયા વનમાળી.

૧૦.સરઘસ-ચુંટણીપ્રચારનું સરઘસ.     સરકસ –નેતાઓનું વિધાનસભામાંનું સરકસ.

૧૧.કૃતઘ્ન-મીરજાફર કૃતઘ્ન.    કૃતજ્ઞ- ભામાશા કૃતજ્ઞ

૧૨.ઉગાડવું –ખેડૂતો અનાજ ઉગાડે છે. ઉઘાડવુ - ઘર ઉઘાડવુ

૧૩.નળ –પાણી માટેનો નળ.    નર – પાણી વગરનો નર.

૧૪.નિશ્ચિત-એનું મરણ ઓપરેશન પછી પણ નિશ્ચિત છે.     નિશ્ચિંત-એનું ઑપરેશન થઇ જતાં જ અમે નિશ્ચિઁત થઇ ગયા.

૧૫.ભાગી-એનો દીકરો ગામ છોડી ભાગી ગયો.     ભાંગી-એની દીકરી વિદાયમાં એ ભાંગી ગયો.

૧૬. કમળ-કમળનાં ફુલ હાથમાં રાખો.      કમર-હાથ કમર પર રાખો.

૧૭.ચાલ-તું મારી સાથે ચાલ.    ચાળ –તું આ લોટને ચાળ.

-આ ચાલમાં તે રહે છે.

-તું એની ચાલમાં જરુર ફસાવાનો !

-ઘોડાની આ ચાલ ને રેવાલ કહે છે.

-આ છોકરીની ચાલ લટકાળી છે.

૧૮.ગોર – ગોર મહારાજ કથા કહેશે.    ગોળ- પૃથ્વી ગોળ છે.          -અમે આ ગોળમાં કન્યા આપતાં નથી.    ગૉળ- ગૉળ નાખો એટલું ગળ્યુ થાય.

૧૯.શાળા- આ મારી પ્રાથમિક શાળા.    સાળા-આ મારા મોટા સાળા.    સારા –આ અક્ષર કેટલાં સારા.    સાલા- સાલા,તું માણસ છે કે ?

૨૦.માસ- ફાગણનો માસ.     માંસ- બકરાનું માંસ.

૨૧.ગાળ-તું ગાળ બોલે છે,એટલે..    ગાલ- તને ગાલ પર તમાચો પડ્યો.

૨૨.મરી-મારો મિત્ર અકસ્માતમાં મરી ગયો.    મળી-મારો મિત્ર અકસ્માતે જ મળી ગયો.

૨૩.માળો-ચકલી નો માળો.    મારો- આ કમરો મારો છે.         -એ દોષી નથી,એને કાં મારો?         -આગ પર પાણીનો મારો ચલવાયો.

૨૪.શાલ- આ સુંદર કાશ્મિરી શાલ !     સાલ- આ સાલ વરસાદ સારો છે.     સાલ- સાગનું લાકડું સાલ કરતાં મજબૂત હોય છે.

૨૫.સાંભળવું-હું બાળપણમાં ગામને ચોરે રામાયણ સાંભળતો.     સાંભરવું- મને ગામનો ચોરો જોઇ બાળપણ સાંભરતું.

૨૬.ચૂક-સેવામાં ચૂક રહી ગઇ ફોય તો,માફ કરશો.        -તું આ તક ના ચૂક.       -તને શી પેટમાં ચૂંક આવે છે.       -લે ,આ દિવાલમાં ચૂંક મારી દે.

૨૭.નાસતો-પોલીસે નાસતો ચોરને પકડી લીધો.     નાસ્તો- પોલીસ નાસ્તો કરતી રહી,અને ચોર ભાગી ગયો.

૨૮. હશે –હશે ભાઇ!ભૂખ્યો છે.          - તે આવતો જ હશે.     હસે- હસે તેનું ઘર વસે.

૨૯.ગુણ-આ તમારો ગુણ..     ગૂણ-આ બાજરીની ગૂણ.

૩0.સુર-દેવ.     સૂર-તાનસેન નો સૂર.

૩૧.વધુ-આવર્ષે વર્સાદ વધુ પડ્યો  -વધૂ,વંશ વધારે તે વધૂ

૩૨.લક્ષ-લાખની સંખ્યા    લક્ષ્ય - ધ્યેય કે નિશાન,

૩૩.રવી- વસંત ઋતુ     રવિ - સૂર્ય કે રવિ વાર્,

૩૪.મૂડી- મિલ્કત     મૂંડી - માથુ,

૩૫.માળે-ઉપલો માળ     મારે -મારે ઘરે,

૩૬.સફર-યાત્રા     સફળ- સફળ,

૩૭શિલા-પથ્થર્    શીલા ચારિત્ર વાન્,

૩૮.પાણી-જળ     પાણિ - હસ્ત હાથ

૩૯. ચિતા-આગ    ચિંતા-દુખદ વિચારો

આપ પણ વિચારશો તો આવુ ઘણુ બધુ આપણી ભાષામાં છે જે ગર્વ કરવા જેવી વાતો છે. આનુ સંવર્ધન એ આપણી વાચક અને લેખક તરીકે ફરજ છે.